અમરેલીમાં આવેલા પટેલ વિદ્યાર્થી આશ્રમ અમરેલી સંચાલિત એમ.વી. પટેલ કન્યા વિદ્યાલયે ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૭.૨૨ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને સમગ્ર જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ પરિણામમાં શાળાની કુલ ૧૦ દીકરીઓએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે અને ૯૬.૧૧ પી.આર. સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત એ-૨ ગ્રેડમાં ૫ અને બી-૧ ગ્રેડમાં ૧૦ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે. શાળાના આ શાનદાર દેખાવ બદલ સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સંઘાણી અને આચાર્યા અરુણાબેન માલાણીએ તમામ તેજસ્વી વિદ્યાર્થીનીઓને અને શિક્ષકગણને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.









































