સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા ભવ્ય જનસમર્થન બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વિજય યાત્રા દરમિયાન મતદારોનો વિનમ્ર આભાર વ્યક્ત કર્યો હતો. શહેર અને તાલુકાના વિજેતા ઉમેદવારો સાથે તેઓ જનતા વચ્ચે પહોંચી આભાર વ્યક્ત કર્યો હતો.વિજય યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર અને ઢોલ-નગારા સાથે કાર્યકરો અને નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર યાત્રામાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે કસવાલાએ જણાવ્યું કે આ જીત માત્ર પક્ષની નહીં, પરંતુ દરેક નાગરિકના વિશ્વાસની જીત છે. તેમણે વિકાસના સંકલ્પ સાથે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ઝડપથી કામ કરવાની ખાતરી આપી હતી.