રાજકોટની સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગથી બગસરાના બાળ કેળવણી મંદિર દ્વારા સતત બે મહિના સુધી વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે. હાલમાં બાળ કેળવણી મંદિરના કેમ્પસ તેમજ જેતપુર રોડ પર આવેલ અટલજી પાર્ક પાસે વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના અંદાજે ૨૦૦ જેટલા પરિવારો લાભ લઈ રહ્યા છે.