અમદાવાદ નજીક સાંતેજ પોલીસ મથકની દહમાં આવેલા દંતાલી ગામ પાસે ઝાડી-ઝાંખરા વચ્ચે ઉભેલા ચાર વાહનોમાંથી દારૂના જંગી તથ્થાનું કટિંગ થઇ રહ્યું હતું. ત્યારે ગાંધીનગર ન્ઝ્રમ્ની ટીમે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. જા કે પોલીસે દારૂની ૫૪૧ પેટીના જથ્થા સાથે ૪ વાહનો ઝડપી લઇ કુલ રૂપિયા ૬૪.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ચોંકાવનારી અને શંકાસ્પદ બાબત એવી છે કે દરેક વખતના દરોડાની પેટર્ન મુજબ દારૂની હેરાફેરી કરનારા આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતાં.
વિગત એવી છે કે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે. જે. રાઠોડની આગેવાનીમાં ટીમ સાંતેજ વિસ્તારમાં પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, દંતાલી ગામની સીમમાં કેટલાક શખ્સો આઈસર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી અન્ય ખાનગી વાહનોમાં ભરી રહ્યા છે. તેના આધારે પીઆઈ રાઠોડે તાત્કાલિક પોતાની ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જાકે પોલીસની ગાડીઓને આવતી જાઈને બૂટલેગરો વાહનો મુકીને અંધારાનો લાભ લઈ ઝાડી ઝાંખરામાં રફૂચક્કર થઇ ગયા હતાં.
દરમિયાન પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા આઈસર ટ્રક અને અન્ય ત્રણ વાહનોમાંથી દારૂની ૫૪૧ પેટીનો જથ્થો મળી આવ્યો હતો. તેની ગણતરી કરવામાં આવતા દારૂની કુલ ૮૩૨૮ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે રૂપિયા ૪૩,૭૦,૪૦૦ થાય છે. જેના પગલે દારૂની હેરાફેરીમાં વપરાયેલી આઈસર ટ્રક, મહિન્દ્રા બોલેરો પીકઅપ, છોટા હાથી અને અલ્ટો કાર મળીને કુલ ૪ વાહનો સાથે કુલ રૂ.૬૪.૭૦ લાખનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કરી સાંતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હથ ધરી છે.