ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય જયંતીભાઈ સાગઠીયા અને તેમનો પુત્ર રાકેશ પંચનાથ મહાદેવ મંદિર પાસે લગ્નપ્રસંગમાં ઢોલ વગાડવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ કરી જયંતીભાઈ પોતાનું બાઈક લઈને ઘરે જવા નીકળ્યા ત્યારે જામકંડોરણા રોડ પર ઇમ્પીરીયલ સ્કૂલ પાસે ધૂળના ઢગલામાં તેમનું વાહન સ્લિપ થઈ ગયું હતું. પાછળથી આવતા પુત્રએ રસ્તા પર લોકોનું ટોળું જોતા ત્યાં જઈ તપાસ કરી તો પિતા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ગંભીર હાલતમાં તેમને ૧૦૮ મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાથી સાગઠીયા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































