ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે લોહિયાળ બન્યો. મહેસાણા મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે. મહેસાણા મહાનગરપાલિકામં વોર્ડ નંબર ૪ માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચચે તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થયું હતુ. મહેસાણામાં તાવડિયા રોડ પર નવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરીની ગાડી રોકી ૪ થી ૫ શખ્સો ત્રાટક્્યા હતા. તીક્ષ્ણ હથિયાર અને લાકડી-પાઇપ વડે જીવલેણ હુમલો કરાયો હતો.
આ વિશે માહિતી આપતા ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું કે, આ હુમલામાં મિતેન ચૌધરી નામના યુવકની હત્યા થઈ છે. તો એક યુવકની હાલત ગંભીર છે. છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી મિતેશ ચૌધરીની હત્યા કરવામાં આવી છે. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા છે. અન્ય ઇજાગ્રસ્ત ધીમંત ચૌધરી હાલમાં સારવાર હેઠળ છે. એ ડિવિઝન પોલીસ અને એલસીબી દ્વારા સીસીટીવી અને સીડીઆરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ડીવાયએસપી મિલાપ પટેલે વધુમાં જણાવ્યું કે, ગત મોડી રાતે આ ઘટના બની હતી. બે લોકો વચ્ચે મિતેન ચૌધરી અને ઘીમંત ચૌધરી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડીને રોકીને ચારથી પાંચ લોકો દ્વારા રોકવામાં આવ્યા હતા. તેમના પર તીક્ષ્ણ હથિયારથી લાકડીથી હુમલો કરાયો હતો. સમગ્ર બાબતે કોણ કોણ આરોપી છે, ગુનાહિત કાવતરું કોણે રચ્યું, તે સમગ્ર દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. એલસીબી અને અન્ય ડિવિઝનના સ્ટાફની મદદથી સીસીટીવીની તપાસ કરાશે. આરોપીઓને શોધખોળ કરીશુ. કયા કારણે આ હત્યા થઈ તેનું સાચું કારણ હજી સામે આવ્યું નથી.









































