સાવરકુંડલામાં છેલ્લા ૧૬ વર્ષથી અબોલ જીવોની નિઃસ્વાર્થ સેવા કરતી શ્રી સમર્પણ ગૌસેવા સમિતિ દ્વારા ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ જેસર રોડ સ્થિત આઈસીયુ સેન્ટર ખાતે દાતાઓના સહયોગથી પાણીની અવેડી તથા પક્ષીઓ માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને નાગરિક બેંકના ચેરમેન પ્રવીણભાઈ સાવજ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન અંદાજે ૬૦૦ કુંડા અને ૧૫ અવેડીનું વિતરણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા ખીરાદાદા અને વિશાલભાઈ મકવાણા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ સહભાગી બન્યા હતા.











































