શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત ‘જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ’ દ્વારા સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની મંગલ શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી.
સમર કેમ્પના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીનીઓ માટે વિવિધ શારીરિક અને કૌશલ્યલક્ષી
પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ કસરત-યોગ, જુડો, લીંબુ ચમચી અને કોથળા દોડ જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીનીઓને વાદ્ય સંગીતની તાલીમ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી.









































