ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ અને રાજકોટના વિકાસ માટે પોતાના ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યા છે. આ સંકલ્પ પત્રમાં મેટ્રો ટ્રેન,એઆઇ આધારિત સુવિધાઓ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપના આ સંકલ્પ પત્રોમાં આધુનિક ટેકનોલોજી, પર્યાવરણ અને મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ભાજપનો સંકલ્પ પત્ર મહદઅંશે એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના બજેટનું પ્રતિબિંબ હોય તેવું જણાય છે. સાબરમતી રિવરફ્રન્ટને હવે ડફનાળાથી ઇન્દિરા બ્રિજ અને ત્યાંથી છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શહેરમાં ૧૦૦ લેફ્ટ ટર્ન ખુલ્લા મુકાશે અને અમદાવાદને ફાટકમુક્ત બનાવવામાં આવશે. શહેરનું ગ્રીન કવર ૧૨.૫૦% થી વધારીને ૧૮% કરવાનો લક્ષ્યાંક છે. પ્રદૂષણ ઘટાડવા ૨૦૩૦ સુધીમાં ૩૦૦૦ ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. મેનિફેસ્ટોમાં ‘કોમનવેલ્થ ગેમ્સ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક વોર્ડમાં મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવવિટી ઝોન બનાવવામાં આવશે. શહેરને સ્લમ મુક્ત કરવા ૫૦,૦૦૦ નવા મકાનો બનાવવાનું લક્ષ્ય છે. સાથે જ, ૨૦૨૬ થી ૨૦૨૮ દરમિયાન કુલ ૨૮ નવા ફાયર સ્ટેશન ઉભા કરાશે.
અમદાવાદમાં ચૂંટણી ઢંઢેરાના મહત્વપૂર્ણ મુદ્દાઓ જાઇએ તો રિવરફ્રન્ટને ડફનાળા થી ઇન્દિરા બ્રિજ અને ગિફ્ટ સીટી સુધી આગળ વધારવાનું આયોજન,૨૦૨૬-૨૭ માં ૧૫ અને ૨૦૨૭-૨૮ માં ૧૩ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન,શહેરમાં એઆઇ આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના,૧૦૦ એલઇએફટી ટર્ન ખુલ્લા મૂકવામાં આવશે,અમદાવાદ શહેરને સ્લમ મુક્ત કરવામાં આવશે,૫૦૦૦૦ મકાનોનો લક્ષ્યાંક,૨૦૩૦ સુધીમાં ૩૦૦૦ ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે,૧૭ નવા બ્રિજ બનાવવાનું આયોજન,સુભાષબ્રિજને ૮ માર્ગીય બનાવવામાં આવશે,ફાટકમુક્ત અમદાવાદ બનાવવામાં આવશે,ભાજપના મેનિફેસ્ટોમાં કોમન વેલ્થ ગેમનો ઉલ્લેખ,દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવવિટી ઝોન બનાવશે,અમદાવાદનું ગ્રીન કવર ૧૨.૫૦% થી વધારીને ૧૮% કરવાનું લક્ષ્યાંક,શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનની બંને તરફ ગ્રીન કવર વધારવામાં આવશે
દરમિયાન રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને અનિરુદ્ધભાઈ દવેએ પત્રકાર પરિષદ સંબોધી રાજકોટના વિકાસનો રોડમેપ રજૂ કર્યો હતો. રાજકોટમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. દરેક નાગરિકને દૈનિક ૨૦ મિનિટ શુદ્ધ પાણી અને દરેક વોર્ડમાં આધુનિક ડ્રેનેજ-સફાઈની સુવિધા. જન્મ-મરણના દાખલા અને આધાર કાર્ડમાં સુધારા જેવી કામગીરી ઓનલાઇન થશે, જેથી લોકોને લાઈનોમાં ઉભા રહેવું ન પડે. દરેક ઝોન દીઠ મિની હોસ્પિટલ અને સ્માર્ટ હાઈસ્કૂલોનું નિર્માણ થશે. સોલાર પેનલનો ઉપયોગ કરનારા અને સિનિયર સિટીઝન માટે ટેક્સમાં ૨% વિશેષ વળતર અપાશે.
રાજકોટ સંકલ્પ પત્રના મુદ્દાઓ જાઇએ તો નિયમીત ૨૦ મિનીટ સુધી શુદ્ધ અને નિયમીત પાણી આપીશું રાજકોટનો મેટ્રો સિટી તરીકે વિકાસ કરાશે.,દરેક વોર્ડમાં રોડ રસ્તા,ડ્રેનેજ,સાફ સફાઇ સહિતની સુવિધા ઉભી કરાશે.,રાજકોટમાં નવા બ્રિજનું નિર્માણ,સાંઢિયા પુલ અને કાલાવડ રોડ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરાશે,,મેટ્રો ટ્રેન રાજકોટમાં દોડાવવાની જાહેરાત,રાજકોટના નવા રિંગ રોડને ફોરટ્રેક કરવાની જાહેરાત,દરેક ઝોનદીઠ મિનિ હોસ્પિટલ તૈયાર કરાશે,ઝોનદીઠ નવી હાઇસ્કૂલ ઉભી કરાશે,સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાશે.,દરેક વોર્ડમીં લાયબ્રેરી ઉભી કરાશે.,રોજગાર વેપાર અને ઔધોગિક વિકાસ ક્ષેત્રે આયોજન,મહિલા હોકર્સ ઝોન,સોલાર ઉર્જા વપરાશકર્તાઓ માટે અને સિનિયર સિટીઝન માટે કરવેરામાં વિશેષ વળતર યોજના,જન્મ મરણના દાખલા,આધારકાર્ડમાં સુધારા સહિતની બાબતોમાં લાઇનમાંથી મુÂક્ત મળશે ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરાશે.,રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે.,સૌને પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ.,વિકસિત વોર્ડનું ક્રમબદ્ધ આયોજન.,લોકોને જન્મ મરણ ના દાખલા અને અન્ય દાખલા ઓનલાઇન મળશે..,રાજકોટના જુના વિસ્તારોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે.,નવા સાઉથ જાનનો વિકાસ કરવામાં આવશે .નવી આવાસ યોજનાઓની નિર્માણ.,પરિવહન અને ત્રાફિક વ્યવસ્થાઓ,માસ ટ્રાન્સપોર્ટેશન અને બસ ની સુવિધાઓ નવા બ્રિજ અને અંડરપાસનું નિર્માણ,નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવામાં આવશે
આભાર – નિહારીકા રવિયા









































