શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જસદણ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ આદિક દેવોના સપ્તમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૭ થી ૧૯ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન આટકોટ રોડ પર સ્થિત શ્રી ગેલ કૃપા ફાર્મ ખાતે ‘ધ આર્ટ ઓફ હિન્દુ લિવિંગ’ વિષય પર ત્રિ-દિવસીય જીવન પરિવર્તન પ્રવચનમાળા યોજાશે. જેમાં પૂજ્ય શાસ્ત્રી શ્રી અચલજીવનદાસજી સ્વામી રાત્રે ૯ થી ૧૧ કલાક દરમિયાન હાર્ટ ઓફ હોમ, વિશ્વ બંધુત્વ અને અસતો મા સદ્ગમય જેવા ગહન વિષયો પર માર્ગદર્શન આપશે. ૧૯ એપ્રિલના રોજ સવારે ભગવાનનો મહાભિષેક, અને નૂતન ગુરુકુલ નિર્માણનું ખાતમુહૂર્ત વિધિ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની પાવન નિશ્રામાં સંપન્ન થશે. આ મહોત્સવનો લાભ લેવા ગુરુકુલ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









































