બગસરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ ન આપવામાં આવતા સમગ્ર શહેરમાં બ્રાહ્મણ સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે સાંજે ભાજપ દ્વારા વિવિધ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં તમામ સમાજના આગેવાનોને ભાજપ દ્વારા ફોન કરવામાં આવ્યા હતા પરંતુ વર્ષોથી ભાજપ સાથે જાડાયેલા બ્રહ્મસમાજના કોઈપણ આગેવાનને પક્ષ તરફથી જાણ કરવામાં આવી ન હોવાનુ જાણવા મળ્યુ છે. ખાસ કરીને વોર્ડ નંબર ૩માં બ્રહ્મ પરિવારોની સંખ્યા વધુ હોવાથી બ્રહ્મ આગેવાને આ બેઠક પરથી મજબૂત દાવેદારી નોંધાવી હતી. તેમ છતાં, ભાજપ દ્વારા સમગ્ર શહેરમાં એક પણ વોર્ડમાં બ્રાહ્મણ ઉમેદવારની પસંદગી કરવામાં આવી નથી તેમ જાણવા મળ્યુ છે. આ નિર્ણયથી આઘાત અનુભવતા બ્રહ્મ સમાજના યુવા કાર્યકરોએ ધારાસભ્ય અને પક્ષના પદાધિકારીઓ સામે રોષ વ્યકત કર્યો હતો અને શહેરના તમામ વોર્ડમાં બ્રહ્મ આગેવાનો દ્વારા ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાની હાંકલ કરવાની ચિમકી આપી છે. લેવાની તૈયારી દર્શાવી છે. બ્રહ્મ સમાજના કાર્યકારી પ્રમુખ વેણીશંકરભાઈ ધાંધિયાએ પક્ષને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પક્ષ આ નિર્ણય પર પુનઃવિચાર નહીં કરે તો આગામી દિવસોમાં સમાજ દ્વારા પક્ષ વિરોધી મતદાન કરી વિરોધ નોંધાવવામાં આવશે. પૂર્વ પ્રમુખ મહેશભાઈ વ્યાસે પણ સમાજને જા ન્યાય નહી મળે તો ભાજપને ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ગર્ભિત ચિમકી આપી છે.








































