ખાંભામાં હનુમાન જયંતીના પવિત્ર દિવસે જ એક શખ્સ દ્વારા ‘રોમિયોગીરી’ કરી એક પરિવાર સાથે ઝઘડો કરી મારપીટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. બનાવ અંગે નિલેશભાઇ વલ્લભભાઇ સોલંકીએ અક્ષય દીનેશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા યુવક તેના માતા અને પત્ની સાથે હનુમાન જયંતી નિમિત્તે ખાંભા સ્થિત પીંગળવીર હનુમાનજીના મંદિરે પ્રસાદ લેવા માટે ગયા હતા. પ્રસાદ લઈને જ્યારે આ પરિવાર ટેમ્પોમાં ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે આરોપી પોતાની મોટરસાઈકલ લઈને તેમની પાછળ-પાછળ રોમિયોગીરી કરતો આવતો હતો. પરિવાર જ્યારે ખાંભા કુમારશાળા રોડ પર પહોંચ્યો ત્યારે આરોપીએ પોતાની મોટરસાઈકલ ટેમ્પોની આડે ઉભી રાખી રસ્તો રોક્યો હતો. આરોપીએ તેને ગાળો આપી, તેના ટી-શર્ટનો કાઠલો પકડી લીધો હતો અને ગળાના ભાગે નખ મારીને ઈજા પહોંચાડી હતી. જ્યારે તેના માતા વિમળાબેન અને પત્ની અલ્પાબેન વચ્ચે પડીને તેને છોડાવવાનો પ્રયત્ન કરવા ગયા, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદીના માતાને પેટના ભાગે ઢીંક મારતા તેઓ નીચે પડી ગયા હતા. આ ઉપરાંત, આરોપીએ તેની પત્નીનો ડાબો હાથ મરડી નાખ્યો હતો. આ દરમિયાન તેના કાકાનો દીકરો સંજય ત્યાં આવી
આભાર – નિહારીકા રવિયા પહોંચ્યો હતો અને આરોપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આરોપીએ નમતું જોખવાને બદલે સંજય અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. હનુમાન જયંતી જેવા પવિત્ર તહેવારે જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.








































