ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ મેળવવાની વાર્ષિક આવક મર્યાદા ૨.૫ લાખથી વધારીને રૂ.૬ લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવવા માટે અમરેલી જિલ્લા અનુસૂચિત મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે અમરેલી ખાતે એક ભવ્ય ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્યના શિક્ષણ અને સામાજિક ન્યાય અધિકારીતા કેબિનેટ મંત્રી ડા. પ્રદ્યુમન વાજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક, શૈક્ષણિક, રાજકીય સંગઠનો તેમજ કર્મચારી મંડળો દ્વારા મંત્રીનું સન્માન કરી સરકારના આ નિર્ણય પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી ડા. પ્રદ્યુમન વાજાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વાલીઓ તરફથી આવક મર્યાદા વધારવાની લાંબા સમયથી માંગણી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સરકારે આ સંવેદનશીલ નિર્ણય લઈને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભણતરનો માર્ગ સરળ બનાવ્યો છે. મંત્રીએ ડા. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા પાંચ સ્થળોને ‘પંચતીર્થ’ તરીકે આપેલા સન્માનની પણ વાત કરી હતી.ઋણ સ્વીકારના આ કાર્યક્રમમાં પૂજ્ય સંતશ્રી વિરેન્દ્રનંદગિરિ બાપુ , સંતશ્રી ઉમેશાનંદગિરિ બાપુ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા પ્રભારી અભયભાઈ ચૌહાણ, પ્રદેશ ભાજપ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હિરપરા પ્રદેશ મીડિયા ડીબેટ પેનલિસ્ટ શૈલેષભાઈ પરમાર,અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા,જિલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, ઉપપ્રમુખ મનોજભાઈ મહિડા, ઉપપ્રમુખ દિપકભાઈ વઘાસીયા, જિલ્લા મંત્રી ક્રિષ્નાબેન મકવાણા, પુર્વ મોરચાના પ્રમુખો કેશુભાઈ વાઘેલા, શાંતિલાલ પરમાર, વિરજીભાઈ બોરીચા, ઉધોગપતિ કરસનભાઈ દેવકા , પુર્વ જિલ્લા સદસ્ય શંભુભાઈ મહિડા, મંત્રી શહેર ભાજપ કિરણબેન પડાયા તાલુકા પંચાયત પુર્વપ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા કાર્યાલય મંત્રી મહેન્દ્રભાઈ ચાવડા શહેર ભાજપના આરતીબેન અટારા, પ્રવિણાબેન રાઠોડ, નિકુલભાઈ માંડણકા, શહેર શિક્ષણ સમિતી ચેરમેન તુષારભાઈ જોષીની પ્રેરક ઊપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અને મહેમાનોનું સ્વાગત જિલ્લા અનુસૂચિત મોરચાના પ્રમુખ સંદીપભાઈ સોલંકીએ કર્યું હતું અને આભારવિધિ મહામંત્રી મુકેશભાઈ બગડાએ કરી હતી.










































