બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટેની એક મહત્વપૂર્ણ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ ૫૪૬ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેરિટ લિસ્ટમાં પોતાનું સ્થાન મેળવશે, તેમને સરકાર તરફથી અભ્યાસ માટે આર્થિક સહાય તરીકે સ્કોલરશિપ આપવામાં આવશે.