ધારાસભ્ય જે.વી.કાકડીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ હિરપરા દ્વારા
ધારી તાલુકાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ધારાસભ્ય જે.વી. કાકડીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા દ્વારા સંયુક્ત રીતે રૂ. ૪ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ વિકાસલક્ષી આયોજન અંતર્ગત તાલુકા એ.ટી.વી.ટી. યોજના હેઠળ રૂ. ૨ કરોડ અને ૧૫% વિવેકાધીન તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી બીજા રૂ. ૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ માતબર રકમનો ઉપયોગ ગામડાઓના આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે સીસી રોડ, પેવર બ્લોક અને પીવાના પાણીની વ્યવસ્થા સુધારવા માટે કરવામાં આવશે.










































