ઉના તાલુકાના છેવાડાનું નાનું એવું ગામ ખત્રીવાડા લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ દ્વારા વિકાસના પંથે છે.
ખત્રીવાડા ગામના સરપંચ તથા ગ્રામ પંચાયત દ્વારા ખત્રીવાડા ગામની જનતાની સુખાકારી માટે એક જ વર્ષમા લાખો રૂપિયાની સરકાર માંથી ગ્રાન્ટ લઈ આવી જેમાં ગામને જરૂરી કામો જેવા કે ગટર, પેવર બ્લોક, CC રોડ, લાયબ્રેરી, સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ, શેડ, ચેકડેમ જેવા અનેક નાના મોટા કામ કરીને ગામ સુવિધામાં વધારો કર્યો હતો. જેથી ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.










































