અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને યુવા નેતા મનીષ સંઘાણીના કુશળ માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નાગરિક બેંકના કર્મચારીઓ તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે એક દિવસીય ‘અર્બન ક્રેડિટ કો-ઓપરેટિવ’ વિષયક કાર્યશાળા યોજાઈ હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના જીગ્નેશભાઈ ગોંડલીયાએ સી.ટી.સી., ઓનલાઇન બેન્કિંગની સુરક્ષા અને ફ્રોડ અટકાવવા જેવી બાબતો પર ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી. મનીષ સંઘાણીના વિચાર મુજબ સમય સાથે તાલ મિલાવી બેન્કિંગ કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર લાવવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ શૈક્ષણિક કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સંઘના એજ્યુકેટિવ ભાર્ગવ ત્રિવેદી, સી.ઈ.ઓ.સાગરભાઈ મહેતા અને જીતુભાઈ ભડોદરિયાએ જહેમત ઉઠાવી હતી.










































