સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જમનાબા વિદ્યાર્થીઓ ભવન ખાતે ગુરૂવારે યોજાયેલા ૧૪૯મા વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, આવતી કાલની ચિંતા ન હોય તો આજનો દિવસ આનંદમય રહે છે. વર્તમાન પરિસ્થિતિમાં જન્મે તે ભય છે અને ભવિષ્યની કલ્પના કરવાથી જન્મે તે ચિંતા છે. માત્ર ભયમાં રહેવાથી કે માત્ર ચિંતા કરવાથી કોઈ ઉકેલ આવતો નથી. તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, પરિસ્થિતિનો ગણતરીપૂર્વક સામનો કરવો તે ખરી નિર્ભયતા છે. આ તકે ગુજરાત પોલીસમાં ૩૩ વર્ષ ફરજ બજાવી ડ્ઢઅ. જીઁ પદે ૨૦૧૫ માં નિવૃત્ત થયેલા આર.એસ. હડિયાએ નિર્ભયતા એ જીવનનો ખરો આનંદ છેના વિષયો ઉપર મંતવ્ય રજૂ કર્યું હતું. મહુવા તાલુકાના થોરાળા ગામના વતની હડિયાએ પોલીસ અધિકારી તરીકે બહાદુરી પૂર્વક કાર્ય કર્યું છે. ૧૯૯૪ માં પટણા થી પૂરી તરફ થનાર તોફાન એક્સપ્રેસમાં ૧૬ લૂંટારાઓનો હુમલો આર. એચ. હડિયાએ ચાર લૂંટારાઓને ઠાર માર્યા થોડાકને ચાલુ ટ્રેન નીચે ફેંક્યા અને બાકીનાને પકડી લઈને અપ્રિતમ બહાદુરી દાખવી હતી. તે બદલ ભારત સરકાર તરફથી ૧૯૯૬ માં ‘‘ગેલેન્ટરી એવોર્ડ” અનાયત કરવામાં આવ્યો છે.