ભારતે સંયુક્ત રાષ્ટ્ર માં આતંકવાદ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. આ અંતર્ગત, ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આઇએસઆઇએસ અને અલ-કાયદા, તેમના પ્રોક્સીઓ સહિત, સંયુક્ત કાર્યવાહી કરવા હાકલ કરી છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે “અસ્થીત્વ નો ખતરો” છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ જણાવ્યું હતું કે તે કોઈ સરહદો, રાષ્ટ્રીયતા અથવા વંશીયતા જાણતું નથી અને તે એક પડકાર છે જેનો આંતરરાષ્ટ્રીય સમુદાયે સામૂહિક રીતે સામનો કરવો જાઈએ.
યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર કાઉન્ટર-ટેરરિઝમ સભ્ય દેશોની વાર્ષિક રાજદૂત-સ્તરની બેઠકમાં પોતાના નિવેદનમાં, પુરીએ એપ્રિલ ૨૦૨૫ માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કર્યો, જે પાકિસ્તાન Âસ્થત લશ્કર-એ-તૈયબા (યુએન-સૂચિબદ્ધ આતંકવાદી સંગઠન) ના પ્રોક્સી, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત થયા હતા. તેમણે કહ્યું, “આપણે આઇએસઆઇએસ અને અલ-કાયદા અને તેમના પ્રોક્સી સામે સાથે મળીને કાર્યવાહી કરવી જાઈએ.”
રઘુ પુરીએ કહ્યું કે લગભગ ત્રણ દાયકાથી સરહદ પાર આતંકવાદનો ભોગ બનેલા દેશ તરીકે, “ભારત આતંકવાદના સામાજિક-આર્થિક અને માનવીય ખર્ચથી સારી રીતે વાકેફ છે, ખાસ કરીને તેના પીડિતો માટે.” ભારતે પોતાનો અવાજ ઉઠાવ્યો, બહુપક્ષીય સહયોગ માટે ગ્લોબલ કાઉન્ટર-ટેરરિઝમ સ્ટ્રેટેજી ને એક કેન્દ્રીય સાધન તરીકે મહત્વપૂર્ણ ગણાવ્યું. પુરીએ કહ્યું કે ભારત જીસીટીએસની ૯મી સમીક્ષા માટેની ચર્ચામાં અડગ અને સક્રિય રહેશે અને આ પ્રક્રિયામાં સહ-સંયોજકો ફિનલેન્ડ અને મોરોક્કોને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. પુરીએ એ પણ પ્રકાશિત કર્યું કે ૨૦૨૨ માં કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના અધ્યક્ષ તરીકે, ભારતે આ સિદ્ધાંતોને યુએન કાઉન્ટર-ટેરરિઝમ ફ્રેમવર્ક અને યુએન કાઉન્ટર-ટેરરિઝમ પર ચર્ચામાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો.
ભારતે જણાવ્યું હતું કે આતંકવાદીઓ સુધી અદ્યતન ટેકનોલોજીની પહોંચ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેથી, આ હવે બંધ કરવું જાઈએ. ભારતે કહ્યું કે “ન્યૂ યોર્ક અને સમગ્ર વિશ્વમાં અમારી ફોલો-અપ પહેલ અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે,” જેમાં આતંકવાદી હેતુઓ માટે નવી અને ઉભરતી ટેકનોલોજીના ઉપયોગનો સામનો કરવા માટે એક સીમાચિહ્નરૂપ દસ્તાવેજ બનાવવા અંગે દિલ્હી ઘોષણાપત્રનો સમાવેશ થાય છે. પુરીએ આને ઘણા સભ્ય દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું. ઓક્ટોબર ૨૦૨૨ માં, સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિ , જેનું નેતૃત્વ તે વર્ષે ભારતે કર્યું હતું, તેણે નવી દિલ્હી અને મુંબઈમાં ‘આતંકવાદી હેતુઓ માટે નવી અને ઉભરતી ટેકનોલોજીના ઉપયોગનો સામનો કરવો’ વિષય પર એક ખાસ બેઠક યોજી હતી. પરિણામે, સમિતિએ ‘આતંકવાદી હેતુઓ માટે નવી અને ઉભરતી ટેકનોલોજીના ઉપયોગનો સામનો કરવા પર દિલ્હી ઘોષણાપત્ર’ અપનાવ્યું.









































