ઈઝરાયલ ઈરાન પર યુએસ હુમલોઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા લશ્કરી અભિયાન પર નિવેદન આપતા કહ્યું કે અમેરિકા યુદ્ધના મોરચે ખૂબ સારું કરી રહ્યું છે અને આમ કરતા રહેશે. તેમણે દાવો કર્યો કે ઈરાનના મિસાઈલ અને લોન્ચર ઝડપથી ખતમ થઈ રહ્યા છે, જ્યારે અમેરિકા પાસે વિશ્વની સૌથી મોટી અને મજબૂત સેના છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે પાગલ લોકો પાસે પરમાણુ શ†ો હોય છે ત્યારે ખરાબ ઘટનાઓ બને છે, પરંતુ હવે પરિસ્થિતિ  અમેરિકાના પક્ષમાં છે અને ઝુંબેશ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. ટ્રમ્પે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારને અત્યાર સુધીનો સૌથી ખરાબ કરાર ગણાવ્યો હતો, અને કહ્યું હતું કે તેનાથી ઈરાનને પરમાણુ  શસ્ત્રો નો માર્ગ મળ્યો હતો, અને ઈરાન છેલ્લા ૪૭ વર્ષથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે તેહરાનમાં નેતૃત્વ હવે ખંડિત થઈ ગયું છે. “અમે હવે ખૂબ જ મજબૂત સ્થિતિ માં છીએ, અને તેમનું નેતૃત્વ ઝડપથી ખતમ થઈ રહ્યું છે. જે કોઈ નેતા બનવા માંગે છે તે મૃત્યુ પામે છે.”
ટ્રમ્પે વેનેઝુએલા સાથેના તેલ કરાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સૈન્યને ફરીથી મજબૂત બનાવવામાં આવ્યું છે અને હવે તેનો ઉપયોગ અપેક્ષા કરતાં વધુ થઈ રહ્યો છે. વેનેઝુએલા સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ત્યાં અબજા બેરલ તેલ કાઢવામાં આવી રહ્યું છે, જેનો ફાયદો અમેરિકા અને વેનેઝુએલા બંનેને થાય છે. તેમણે દાવો કર્યો હતો કે આનાથી અસરગ્રસ્ત વેનેઝુએલાના લોકોના જીવનમાં સુધારો થશે અને યુનાઇટેડ સ્ટેટ્‌સને તેલનો મોટો હિસ્સો મળશે.