ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી તાજી આગાહી અનુસાર, ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ અંગ દઝાડતી ગરમી પડવાની શકયતા છે. રાજ્યમાં વરસાદની શકયતા લગભગ નહિવત્ રહેશે, જ્યારે પવનની દિશા બદલાતી રહેવાથી ગરમી વધુ તીવ્ર બનશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સીયસનો વધારો થવાની અપેક્ષા છે, જેના કારણે લોકોને અસ્વસ્થતા અને અકળામણનો સામનો કરવો પડી શકે છે.
રાજ્યના મુખ્ય શહેરોમાં હાલનું તાપમાન જાઇએ તો
અમદાવાદ ૩૩.૩ સે
ગાંધીનગર ૩.૨ સે
રાજકોટ ૩૩.૯ સે
આ તાપમાન હાલમાં સામાન્ય કરતાં થોડું ઊંચું છે અને આગામી ૨-૩ દિવસમાં વધુ વધારો થવાની શકયતા છે.અહેવાલ મુજબ, માર્ચથી મે સુધીના હોટ વેધર સીઝનમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ હીટવેવ વાળા દિવસો રહેવાની આગાહી છે. ખાસ કરીને ગુજરાતના અમુક ભાગોમાં માર્ચમાં જ હીટવેવની સ્થિતિ ઊભી થઈ શકે છે.
માર્ચથી મે ૨૦૨૬ દરમિયાન દેશના મોટાભાગમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને હીટવેવ વાળા દિવસો રહેશે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આ અસર વધુ જાવા મળશે. આ સ્થિતિ જાહેર આરોગ્ય, પાણીના સ્ત્રોતો, વીજળીની માંગ અને બાહ્ય કામગીરી કરતા લોકો માટે પડકારરૂપ બની શકે છે.








































