જસદણ પંથકના જીવાપર ગામે એક કારખાનેદાર અને શ્રમિકની પત્નીને જાહેરમાં બેફામ માર મારી તાલિબાની સજા આપવાની આઘાતજનક ઘટના સામે આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં ટોળું એક પુરુષ અને મહિલાને નિર્દયતાથી ફટકારતું જોવા મળે છે, જ્યારે પીડિતો મદદ માટે ચીસો પાડી રહ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ, આડા સંબંધોની શંકાના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પોલીસ આ ગંભીર ઘટનાથી અજાણ હતી. જોકે, વીડિયો વાયરલ થતા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુજ્જરે ઘટનાની ગંભીરતા નોંધી એ.એસ.પી.ને તપાસના આદેશ આપ્યા છે.