અમરેલીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે કૃષિ સખી-ઝ્રઇઁ અને ખેડૂતો માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પ્રોજેક્ટ ડિરેક્ટર મહેશ ઝીડે પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના લાભ અને ખેડૂતની આવક વધારવામાં તેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં લીલીયા અને અમરેલી તાલુકાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભ, પાક વ્યવસ્થાપન, પોષણ પ્રણાલી અને ખર્ચ ઘટાડવાના ઉપાય અંગે માહિતી આપી. કોલેજ ખાતે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક જેવી ઇનપુટ્સની તૈયારી અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમથી ટકાઉ અને પર્યાવરણમિત્ર ખેતીને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.










































