જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રભક્તિના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નિર્વાણ દિન એટલે કે ‘સમર્પણ દિવસ‘ નિમિત્તે ધારી તાલુકા ભાજપ ટીમ અને કાર્યકરો દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિતજીએ રાષ્ટ્રીય હિતમાં આપેલ અતુલ્ય ફાળો અને તેમના અંત્યોદયના વિચારને યાદ કરી ઉપસ્થિત સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ધારી તાલુકા ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પંડિતજીના જીવનમૂલ્યો અને દેશસેવા પ્રત્યેના તેમના સમર્પણને વાગોળવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનોએ તેમના માર્ગે ચાલીને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સક્રિય રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.