ભારતીય જનતા પાર્ટીના આદર્શ, જનસંઘના સ્થાપક, એકાત્મ માનવ દર્શન તેમજ અંત્યોદય વિચારધારાનાં વાહક પં. દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ૧૯૬૮ની સાલમાં ૧૧ ફેબુઆરીએ ટ્રેન મુસાફરી દરમિયાન ભેદી સંજોગોમાં પંડિતજીનું નિધન થયેલું. સંગઠન અને અંત્યોદયને જીવનમંત્ર બનાવનાર પં. દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સમર્પણ દિન’ તરીકે મનાવવામાં આવે છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ અગ્રણી અને ભાવનગર મહાનગરનાં પૂર્વ પ્રમુખ અભયસિંહ ચૌહાણે પં. દીનદયાળજીના જીવન-કવન વિશે તેમજ તેમણે બાળપણથી વેઠેલ કપરી પરિસ્થિતિ, જીવનભર સંઘર્ષ છતાં સંગઠન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વિશે કાર્યકરોને ઉદાહરણ સહિત પ્રેરક સંબોધન કર્યું હતું. લગ્ન સિઝન હોવા છતાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને આવકારતાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ આગામી સમયમાં થનાર સંગઠનના કાર્યક્રમો, વર્ગો તેમજ વીબી જી રામજી યોજનાની ગ્રામ્ય સ્તરે જાગૃતિ લાવવા અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ પાથર, અમરેલી જિલ્લા ભાજપનાં મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, ખજાનચી અને કાર્યક્રમનાં ઈન્ચાર્જ દિપકભાઈ વઘાસિયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરિયા, મનોજભાઈ મહીડા, રેખાબેન માવદિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયા, વિપુલભાઈ ભટ્ટી, અલકાબેન ગોંડલિયા, રેખાબેન પરમાર, કોમલબેન રામાણી, આરતીબેન અટારા, કિરણબેન પડાયા, કાશ્મીરાબેન વ્યાસ, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ બગડા, શહેર ભાજપનાં ઉપપ્રમુખ નાથુભાઈ ધાધલ, મૌલિકભાઈ ઉપાધ્યાય, ચલાલા મંડળ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, પ્રકાશભાઈ કારિયા, ભયલુભાઈ વાળા, અશોકભાઈ ચૌહાણ, નગરપાલિકાનાં સદસ્ય ચિરાગભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપનાં મધુભાઈ હરખાણી, કાર્યાલય મંત્રી મહેન્દ્રભાઈ ચાવડા સહિત જિલ્લાનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પં. દીનદયાળજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યેશભાઈ વેકરિયાએ કર્યુ હતું.