સામાન્ય જનતાને કાયદાકીય પ્રક્રિયાઓથી માહિતગાર કરવા અને ન્યાયતંત્ર સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા ૩૦/૦૧/૨૦૨૬ના રોજ પેરા લીગલ વોલેન્ટિયર્સ (PLV) માટે એક વિશેષ અને સઘન ટ્રેનિંગ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરનો પ્રારંભ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન રિઝવાનબેન બુખારી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “પીએલવી એ ન્યાયિક પ્રણાલીનો પાયાનો હિસ્સો છે, જે સામાન્ય નાગરિક અને ન્યાયતંત્ર વચ્ચે કડી બનીને કામ કરે છે.” તેમણે પીએલવીની ભૂમિકા અને જવાબદારીઓ વિશે ઊંડાણ પૂર્વક સમજ આપી હતી. આ શિબિરમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ૧૦૩થી વધુ ભાઈ-બહેનો સહભાગી થયા હતા. સેક્રેટરી આર.વાય.ત્રિવેદીએ પીએલવીની કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે કેવી રીતે એક વોલેન્ટિયર છેવાડાના માનવી સુધી પહોંચી કાયદાકીય સહાય અપાવી શકે છે. તેમજ હરેશભાઇ સેજુ (ચીફ એડવોકેટ, LADC)એ દૈનિક જીવનમાં સ્પર્શતા સામાન્ય કાયદાઓ અને જનતાના અધિકારો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. જિલ્લા
આભાર – નિહારીકા રવિયા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિટેન્ડેન્ટ આર.પી.ભંડેરી, સિનિયર ક્લાર્ક હર્ષદભાઈ સોલંકી અને આસિસ્ટન્ટ રવિરાજસિંહ સોલંકીએ નાલસાની વેબસાઈટ અને ઓનલાઈન સેવાઓના ઉપયોગ અંગે તાલીમ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા અદાલતના રજીસ્ટ્રાર તેમજ ડી.એલ.એસ.એ. (DLSA) ના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.







































