અમરેલીના મોટા ગોખરવાળા અને વાંકીયા ગામની શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરતા તત્વો સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી. અહીં ખાણ ખનીજ વિભાગે ૬ લોડર, ૭ ડમ્પર અને ૧૨ ટ્રેકટર ઝડપાયા હતા. ૧.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અમરેલી ખાણ ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર તથા ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી માસમાં ખાણ અને ખનીજ કચેરીની ટીમે ગોખરવાળા પુલ નીચે શેત્રુંજી નદીના પટ્ટ ખાતે ૫ લોડર, ૩ ડમ્પર અને ૨ ટ્રેકટર તેમજ વાંકીયા ખાતેની શેત્રુંજી નદી પટ્ટમાંથી એક લોડર, ૩ ડમ્પર અને ૧૦ ટ્રેકટર કબ્જે કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં આમ ૬ લોડર, ૭ ડમ્પર અને ૧૨ ટ્રેકટરમાં ખનીજ ચોરી ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગે ૧.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.








































