લશ્કરી તાકાતની દ્રષ્ટિએ ભારત ટોચના ૧૦ સૌથી શકિતશાળી દેશોની યાદીમાં ચોથા ક્રમે છે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની લશ્કરી તાકાતમાં ઘટાડો થયો છે. તે વિશ્વની ટોચની ૧૦ લશ્કરી શકિતઓમાંથી બહાર નીકળી ગયું છે. ગ્લોબલ ફાયરપાવર મિલિટરી ઇન્ડેક્સ ૨૦૨૬ લશ્કરી શકિત  રેન્કિંગ ૬૦ થી વધુ સૂચકાંકોના આધારે ૧૪૫ દેશોની લશ્કરી શકિત નું મૂલ્યાંકન કરે છે જે દરેક દેશના પાવર ઇન્ડેક્સ સ્કોરને પ્રતિબિંબિત કરે છે.
અમેરિકા ટોચ પર છે, જ્યારે રશિયા યુક્રેન સાથે લાંબા યુદ્ધ છતાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ચીન, જે પોતાની સેનાને આધુનિક બનાવવાનું ચાલુ રાખે છે, તે ત્રીજા સ્થાને છે. ભારત ચોથા સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયા પાંચમા સ્થાને છે. ગયા વર્ષની સરખામણીમાં ટોચના ૫ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ફ્રાન્સ ૨૦૨૫ માં સાતમા સ્થાને હતું તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ૨૦૨૪ માં ૧૧મા સ્થાને હતું ત્યારથી ફ્રાન્સ સતત ઉપર આવી રહ્યું છે. ૨૦૨૬ માં જાપાન પણ એક સ્થાન ઉપર આવીને સાતમા સ્થાને પહોંચી ગયું છે. યુનાઇટેડ કિંગડમ છેલ્લા બે વર્ષમાં છઠ્ઠા સ્થાનેથી ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ રાખીને આઠમા સ્થાને સરકી ગયું છે. ઇટાલીએ તેનું ૧૦મું સ્થાન જાળવી રાખ્યું છે.
પાકિસ્તાનનું પતન ચાલુ છે. ઓપરેશન સિંદૂરએ તેનું સ્થાન ખરાબ કરી દીધું છે. ૨૦૨૪ માં, પાકિસ્તાન ૯મા સ્થાને હતું. પછી, ૨૦૨૫ માં, તે ૧૨ માં ક્રમે સરકી ગયું. ૨૦૨૬ માં, તે ૧૪ માં ક્રમે પહોંચી ગયું. જર્મનીએ સૌથી નોંધપાત્ર લાભ મેળવ્યો છે. ૨૦૨૪ માં, જર્મની ૧૯ માં ક્રમે હતું, પરંતુ ૨૦૨૬ માં, તેનું રેન્કિંગ ૧૨ માં ક્રમે આવ્યું છે, જે તેની લશ્કરી ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે.એ નોંધવું જાઈએ કે જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, ત્યારે પાકિસ્તાને બદલો લેવા માટે ભારતીય લશ્કરી અને નાગરિક લક્ષ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભારતે વળતો હુમલો કર્યો, ૧૧ પાકિસ્તાની એરબેઝ અને છ રડાર સિસ્ટમનો નાશ કર્યો. ભારતીય હુમલાઓથી ગભરાઈને, પાકિસ્તાને યુદ્ધવિરામ શરૂ કર્યો.