ધોરાજી શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો અને હળવા વરસાદી છાંટા પડતા શહેરના રસ્તા ભીના થયા હતા. સાથોસાથ ધોરાજીના ભાદા જાળીયા ગામમાં પણ હળવો વરસાદ પડ્‌યો હોવાના સમાચારો પ્રાપ્ત થયા હતા. ભરશિયાળે માવઠાથી ફરી ખેડૂતોને ચણા, જીરું જેવા પાકોને ભારે નુકસાની થવાની સંભાવના છે.