લીલીયા મોટા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે વાજપેયીજીના જીવન કવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના દ્રષ્ટિવંત નેતૃત્વ, ઊંડાણપૂર્વકની વિચારશક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાન વિષય પર એક પ્રેરણાદાયક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.