અમરેલી જિલ્લામાં બે મહિલાના ઝેરી દવા પીવાથી મોત થયા હતા. ધારીના સરસીયા ગામે રહેતા ભોજભાઇ હકુભાઇ વાળા (ઉ.વ.૫૦) એ જાહેર કર્યા મુજબ, ક્રિષ્નાબેન ભોજભાઇ વાળા (ઉ.વ.૨૨) છેલ્લા બે વર્ષથી માનસિક બીમારીથી કંટાળી ગયા હતા. જેના કારણે ખડ બાળવાની ઝેરી દવા પી’ જતા સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા બનાવમાં મૂળ મધ્ય પ્રદેશના અને હાલ પાંચતલાવડા ગામે રહી મજૂરી કામ કરતા હંસાબેન પપ્પુભાઇ પચાયા (ઉ.વ.૨૮ )નું પણ ઝેરી દવા પીવાથી મોત થયું હોવાનું સંજયભાઇ રમેશભાઇ માવી (ઉ.વ.૩૦) એ જાહેર કર્યું હતું.સાવરકુંડલામાં કપડાંને સિલાઇ કરાવવા જવાનું કહીને નીકળેલો પુરુષ અને રાજુલાના પટવામાંથી યુવતી કોઇને કાંઇ પણ કહ્યા વગર જતા રહ્યા હતા.રાજુલાના પટવામાં રહેતા રમેશભાઇ મોહનભાઇ શિયાળ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, દિવ્યાબેન રમેશભાઇ શિયાળ (ઉ.વ.૧૯) કોઈને કહ્યા વગર જતી રહી હતી. સાવરકુંડલામાં રહેતા જીતુભાઇ હીરાભાઇ ડોડીયા (ઉ.વ.૬૯)એ જાહેર કર્યા મુજબ, રાકેશભાઇ જીતુભાઇ ડોડીયા (ઉ.વ.૪૬) પોતાના ઘરેથી કપડાંને સિલાઇ કરાવવા જવાનું કહી કયાંક જતો રહ્યો હતો.










































