રાજ્ય સરકારે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ બાદ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અન્વયે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૨,૨૪,૬૧૩ ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી ૧,૫૬,૦૦૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પી.એફ.એમ.એસ પોર્ટલ મારફત થયેલ કામગીરીમાં ૭૫ હજારથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને રૂ. ૨૫૨ કરોડથી વધુની રકમ ડી.બી.ટી મારફત સીધી અરજદાર ખેડૂતના આધારલિંક બેક ખાતામાં જમા કરવામાં આવી છે.









































