સાવરકુંડલા તાલુકાના વંડાની પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર માટે સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન સારસ્વત નીતાબેન ભટ્ટ અને ગજેરાભાઇ દ્વારા કરવામાં આવેલ. જેમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન સંસ્કૃત ભાષા માટે શાળામાં યોજાતા સંભાષણ કેંદ્રો, સેમિનાર, પરીક્ષાના આયોજન બદલ શાળાના મે.ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા, આચાર્ય સંજયભાઇ ચૌહાણે સહુને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.









































