રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર સ્થિત બાપા સીતારામ મંદિરે ભજનીક રામદાસ ગોંડલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. રામદાસ ગોંડલીયા બાપાના દર્શન કરવા આવ્યા ત્યારે મંદિરના સેવકગણે તેમને આદરપૂર્વક સન્માન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંદિરના પૂજારી કાળુ દાદા, ગઢવીભાઈ, મહેશભાઈ, કનુભાઈ વરુ, કનુભાઈ બારમણ અને બારોટ દેવ બાબરીયાધાર વાળા હાજર રહ્યા હતા.










































