વડેરા ગામે યોજાયા શાહી લગ્ન
અમરેલી તાલુકાના વડેરા ગામે મનસુખભાઈ ભુરાભાઈ ત્રાપસીયાના સુપુત્ર ચિ. મિલનના લગ્ન સરંભડાના વતની ગોરધનભાઈ કાનપરિયાની સુપુત્રી ચિ. દયા સાથે ૫ નવેમ્બર ૨૦૨૫ ના રોજ સરંભડા ગામે ધામધૂમથી સંપન્ન થયા હતા. આ શાહી લગ્નમાં અનેક સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓએ હાજર રહી નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહેમાનોમાં સુરતથી પધારેલ આહના ક્રિએશન પ્રા.લિ.ના માલિક વિશાલભાઈ ભાલીયા અને આહના ફેશન પ્રા.લિ.ના માલિક મેહુલભાઈ ત્રાપસીયા અને રવિભાઈ તંતી, હર્ષદભાઈ કચ્છી, હિતેશભાઈ દુધાત અને રાજકોટથી પધારેલ ધ ફેરન રેસીડેન્સી હોટલના એકાઉન્ટ મેનેજર પંકજભાઈ ત્રાપસીયા અને અમરેલીથી પધારેલ જાણીતા ન્યૂઝ રિપોર્ટર ઘનશ્યામ સાવલિયા વગેરે મહેમાનોની ઉપસ્થિતિથી આ ભવ્ય લગ્ન સમારંભમાં શોભામાં વધારો થયો હતો.







































