દામનગર સેવા સહકારી મંડળી લિમિટેડના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે દર્દીઓની સારવાર અર્થે સહભાગી થવાનાં આશયથી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને રૂ.૨૫,૦૦૦નો ચેક આપવામાં આવ્યો હતો. આ તકે ઈફકોના ચેરમેન અને અમરેલી જિલ્લા બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, દામનગર મંડળીના પ્રમુખ હરજીભાઈ નારોલાના હસ્તે હોસ્પિટલનાં ઉપપ્રમુખ બી.એલ. રાજપરાને ચેક અર્પણ કરેલ છે. આ પ્રસંગે અમરેલીનાં પૂર્વ સાસંદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, જિલ્લા સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી તથા નિવૃત ૈંઁજી અધિકારી હરીકૃષ્ણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.