અમરેલી, સાવરકુંડલા અને મહુવા જી્ ડેપોના અનિયમિત વહીવટ અને મનસ્વી રીતે બસ બંધ કરવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલા-મહુવા-સતાધાર રૂટની સવાર-બપોરની બસ મનસ્વી રીતે બંધ થઈ ગઈ છે. મહુવાથી અમરેલી, ચલાલા રૂટની બસો અનિયમિત છે, અને મહુવા ડેપોની આડોડાઈને કારણે ધારી-મહુવા-જૂનાગઢ રૂટની નિયમિત બસ બંધ થઈ છે. તહેવારોમાં હાલાકી ભોગવ્યા બાદ હવે ૬ નવેમ્બરથી શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓને પણ અસર થશે. મુસાફરો જી્ તંત્ર સમક્ષ નિયમિત રૂટની બસો ચલાવવાની તાત્કાલિક માંગ કરી રહ્યા છે.









































