રાજુલાના ગાંજાવદર ગામે રહેતા રામભાઈ લખમણભાઈ વાઘ (ઉ.વ.૬૦) એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમના પાલતુ પ્રાણી બે ભેંસ તથા એક ગાય લઈને ગામના ગોંદરે ચરવા માટે મુકવા જતા હતા. રસ્તામાં મછરીભાઈ લાખાભાઈના ઘરની પાસે પહોંચતા ત્યાં આગળ પી.જી.વી.સી.એલ.ના ઈલેક્ટ્રિક સબ-સ્ટેશન પાસે વરસાદી વાતાવરણ તથા ચાલુ વરસાદના કારણે તેમની ગાય થાંભલાને અડી જતાં શોક લાગતા મરણ પામી હતી. જેની કિંમત રૂ. ૨૦ હજાર જાહેર થઈ હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જે. ધાખડા વધુ તપાસ કરી રહ્યા છે.









































