દામનગરના હજીરાધાર ગામે લાંબા સમયથી માનસિક બીમારીથી પીડિત એક પુરુષે તેના વિચિત્ર વર્તનથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હતું. ભોગ બનનાર યુવક પોતાના વાડી વિસ્તારમાં હતો તે દરમિયાન તેણે કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ચીમનભાઇ રૂપસીંગભાઇ નાયક (ઉ.વ.૨૩) એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા રૂપસીંગભાઈ નાયકને ઘણા સમયથી માનસિક બીમારી હતી. જેના કારણે ગાંડા જેવું વર્તન કરતા હતા. તેનાથી કંટાળીને તેમણે વાડીએ પોતાની મેળે કપાસમાં નાખવાની ઝેરી દવા પી જતા સારવારમાં દાખલ કર્યા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.









































