કોડીનાર તાલુકાના સિંધાજ ગામે માધ્યમિક શાળાના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે અનંત વિભૂષિત ૧૦૦૮ મહામંડલેશ્વર મુક્તાનંદ ભારતીજી મહારાજ, મુખ્ય વક્તા તરીકે અરવિંદભાઈ વંશ જેઓ જિલ્લા બાલ પ્રમુખ તરીકે ગીર સોમનાથ જિલ્લાની સંઘમાં જવાબદારીનું વહન કરે છે જેઓની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કોડીનાર તાલુકાના તમામ ગામોમાંથી ૧૯૧ જેટલા સ્વયંસેવકો, પ્રજાજનો, સાધુ સંતો અને સિંધાજ ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.