બાબરા ખાતે બાલમુકુંદ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે નવરાત્રિ મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીની બહેન-દીકરીઓએ રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. જેમાં નવે-નવ દિવસ સુધી સોસાયટી વતી માતાજીની પ્રસાદી અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત રાસ-ગરબાની સ્પર્ધા પણ રાખવામાં આવેલ હતી. જેમાં પ્રથમ નંબરે મીરા મુન્નાભાઈ પાડા, દ્વિતીય નંબરે રવિના રમેશભાઈ કારેલીયા તથા તૃતીય નંબરે કાજલબેન અનોપસિંહ સોલંકી વિજેતા થયેલ હતા. ત્રણેય વિજેતાને કિરણબેન સંદિપભાઈ વસાણી તરફથી ઈનામ એનાયત કરવામાં આવેલ હતા.