મહારાષ્ટના નાસિકથી એક ખૂબ જ ગંભીર અને ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાસિક પોલીસે એક આઇટી કંપનીની બીપીઓ સેવા સાથે સંકળાયેલા છ લોકોની ધરપકડ કરી છે. તેમના પર કંપનીમાં જુનિયર મહિલા કર્મચારીઓના ગંભીર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, કેટલીક મહિલા કર્મચારીઓએ સતત ઉત્પીડનનો આરોપ લગાવતી ફરિયાદો નોંધાવી હતી. પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી અને આરોપીની અટકાયત કરીને કાર્યવાહી કરી.
દરમિયાન, આ બાબત અંગે કેટલાક દાવાઓ સામે આવ્યા છે, જેમાં ઓફિસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ પરિવર્તન માટે દબાણનો આરોપ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટÙ સરકારના મંત્રી નિતેશ રાણેએ સમગ્ર મામલા પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે નાસિકની ઘટનાને “કોર્પોરેટ જેહાદ” ગણાવી અને કહ્યું કે સમાજે આ ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂર છે. રાણેએ દાવો કર્યો કે આશરે ૧૫ મહિલા પીડિતોએ ફરિયાદો નોંધાવી છે અને અન્ય પીડિતોને આગળ આવવા અપીલ કરી છે.
નીતેષ રાણેએ એમ પણ કહ્યું કે જા ક્્યાંય પણ આવું વાતાવરણ સર્જાઈ રહ્યું હોય, તો લોકોએ આગળ આવવું જાઈએ અને સરકાર તેમની સુરક્ષાની જવાબદારી લેશે. તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે જા આવી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો કંપનીના એચઆર વિભાગે શું પગલાં લીધાં. રાણેએ કહ્યું, “અમે જાયું કે જ્યારે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ૬૦૦ થી વધુ લોકો ભેગા થયા હતા. હું કહું છું કે તેમની પૃષ્ઠભૂમિની પણ તપાસ થવી જાઈએ. આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં અહીં ભીડ એકઠી થાય છે.”
નીતેશ રાણેએ કહ્યું કે જ્યારે અશોક ખરાત કેસ પ્રકાશમાં આવ્યો ત્યારે કોઈ હિન્દુએ તેનું સમર્થન કર્યું ન હતું, પરંતુ જ્યારે પણ આવું કંઈક બને છે ત્યારે આટલી ભીડ કેમ એકઠી થાય છે? રાણેએ પૂછ્યું, “હવે કોઈ આ મુદ્દા પર કેમ બોલતું નથી? જ્યારે પણ હું આવા મુદ્દાઓ ઉઠાવું છું, ત્યારે લોકો કહે છે કે હું બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરી રહ્યો છું.” પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપો પાછળનું સત્ય નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ રાજ્યમાં રાજકીય તણાવ પણ ફેલાવ્યો છે.