ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઇએએસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ કુલ ૨૮ અધિકારીઓની બદલી સાથે કેટલાક અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારમાં જુનાગઢ અને પોરબંદરના મ્યુનિસિપલ કમિશનરથી લઈને ડીજીવીસીએલ અને યુજીવીસીએલ જેવી વીજ કંપનીઓના એમડી સુધી મહત્વના હોદ્દાઓમાં ફેરફાર થયો છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુક્ત કરીને નિયમિત જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં આઇએએસ કેડરમાં આવેલા કેટલાક અધિકારીઓની પણ નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જાશીની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગને સોંપવામાં આવી છે અને તેમને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જાઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સ્થાને આઈ. આર.વાળાને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની બદલી કરી તેમને અમરેલી જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. જ્યારે સુથાર રાજ રમેશચંદ્ર, જેઓ હાલમાં સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઇઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દાહોદના જિલ્લા વિકાસ અધિકારી Âસ્મત સંતોષ લોઢાની બદલી કરીને તેમને સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદના ડીડીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.ગાંધીનગરમાં સ્કિલ ડેવલપમેન્ટના ડિરેક્ટર કે. જે. રાઠોડની બદલી કરીને તેમને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, સુરતના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ડીજીવીસીએલના એમડીનો વધારાનો ચાર્જ સંભાળતા સુથાર રાજ રમેશચંદ્રને હવે પોરબંદર મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર અને હાલ યુજીવીસીએલના એમડીનો વધારાનો ચાર્જ સંભાળતા ગૌરાંગભાઈ એચ. મકવાણાને હવે નિયમિત રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ડી. કે. પટેલને જીઇડીએના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના એમડી ડી. કે. બ્રહ્મભટ્ટની બદલી કરીને તેમને ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારીબનાવવામાં આવ્યા છે. તેમના સ્થાને એમ પી પંડ્યાને ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત સ્ટેટ સોશિયલ વેલફેર બોર્ડના ચેરમેન મહેશ શાંતિલાલ જાનીની બદલી કરીને તેમને મિશન ડિરેક્ટર, ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન બનાવવામાં આવ્યા છે.આ બદલીમાં કે. પી. જાશીને દેવભૂમિ દ્વારકાના ડીડીઓ બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ પીજીવીસીએલના એમડી હતા. તેમની જગ્યાએ એમ. ડી. ચૂડાસમાને પીજીવીસીએલના એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આર એન કુચારાને રાજકોટના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, સી. એ. ગાંધીને વડોદરાના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને કે. એસ. ઝાલાને ડાંગના ડીડીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એમ. કે. જાશીને ડી એસએજીના સીઇઓ એ. કે જાશીને ગુજરાત અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના એમડી અને બી એચ. પટેલને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના સ્ડ્ઢ બનાવવામાં આવ્યા છે.
સરકારના આદેશમાં કુલ ૨૮ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. અનેક અધિકારીઓને અત્યાર સુધી સોંપવામાં આવેલો વધારાનો ચાર્જ હટાવીને નિયમિત જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ વિકાસ, રોજગાર-તાલીમ, સ્કિલ ડેવલપમેન્ટ, સામાજિક ન્યાય અને ઉર્જા વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં પણ અધિકારીઓની જવાબદારી બદલાઈ






































