સોનારીયા ખાતે રઘુવંશી પાંધી પરિવારનાં કુળદેવી ભવાની માતાજીના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ વાર્ષિક હવન યોજાયો હતો. દશેરાના પવિત્ર દિવસે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના શાસ્ત્રી વિજયભાઈ જોષી અને તેમના સહપાઠીઓએ શાસ્ત્રોક્ત વિધિથી હવન કરાવ્યો હતો. બપોરે બે વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આયોજનને સફળ બનાવવા ગીરધરભાઈ અને બળવંતભાઈએ જહેમત ઉઠાવી હતી.