બાબરા તાપડીયા આશ્રમના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામદાસજી મહારાજનો જન્મોત્સવ સુરત મુકામે ઉજવવામાં આવ્યો હતો. બાપુના સેવક હિતેનભાઈ મુકુંદભાઈ જસાણી પરિવારની પ્રાર્થના અને આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરીને, બાપુના જન્મોત્સવનું પ્રથમવાર સુરત મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. બાપુના જન્મોત્સવમાં મહંત રામ મનોહર દાસજી (ગરીયાવાળા) અને પાદુબાપુ (ઠેબચડા) સહિતના સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.