સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ એલર્ટ’ તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ અને ભારે વરસાદથી લોકોને સુરક્ષિત રાખવા અંબિકા નદી કિનારાના ગામો તેમજ અન્ય અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૪,૦૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અંગે કલેક્ટરશ્રીએ છેલ્લા ૨૪ કલાકની (ગઈકાલે સવારે ૬ થી આજે સવારે ૬ વાગ્યા સુધીની) સ્થિતિએ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સરેરાશ ૨૨૨ દ્બદ્બ (આશરે ૮ ઈંચ) વરસાદ થયો છે. જેમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ ૫૬૫ દ્બદ્બ (અંદાજિત ૨૨.૫ ઈંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં ૫ થી ૧૨ ઈંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત, સુરત શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં આશરે ૫ થી ૬ ઈંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આઈસોલેટેડ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્્યતા યથાવત છે.તેમણે જણાવ્યું કે, આજે સવારે વરસાદનું જાર થોડું ઘટી જતાં રાહત અનુભવાઈ હતી, પરંતુ સવારે ૧૦ વાગ્યાથી ફરી તમામ તાલુકાઓમાં સતત વરસાદ શરૂ થયો છે. આજે પણ જિલ્લામાં ‘રેડ એલર્ટ’ હોવાથી તંત્ર સતર્ક છે. કીમ નદી ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા ગઈકાલથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જે આજે પણ જરૂરિયાત મુજબ સતત શરૂ છે.
સુરત શહેરની તમામ મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીની નીચે વહી રહી છે. ગઈકાલે કેટલીક ખાડીઓમાં જળસ્તર વધ્યું હતું, પરંતુ હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. તાપી નદીમાં સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફીટ છે, જેની સામે વર્તમાન પાણીની સપાટી ૩૨૦ ફીટ નોંધાઈ છે. આમ, ડેમ અને નદીઓમાં હાલ પૂરતો જળસંગ્રહ સુરક્ષિત મર્યાદામાં છે. રેસ્ક્્યૂ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી જ એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ઓલપાડ ખાતે પણ આજે સવારે વધારાની ટીમ રવાના કરી દેવાઈ છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.
કલેક્ટર તેજસ પરમારે ખાસ કરીને કીમ નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, કીમ નદીનું જળસ્તર હજુ પણ વધવાની પૂર્ણ શક્્યતા છે. આથી સ્થાનિક નાગરિકો સમયસર અને ત્વરિત પોતપોતાના સુરક્ષિત સ્થળે ખસી જાય તે ઇચ્છનીય છે. હાલમાં અને પોલીસ સહિતની તમામ સંબંધિત ટીમો સતત ફિલ્ડ પર હાજર રહી પરિસ્થિંતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. કીમ નદીમાં રાત્રિ દરમિયાન ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ગઈકાલે જ આ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું હતું, તેમ છતાં જા કોઈ નાગરિક નીચાણવાળા કે જાખમી વિસ્તારમાં હોય તો તેમને ત્વરિત સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા તેમણે તાકીદ કરી હતી.









































