જિલ્લાના દેવગઢબારીયા ખાતે આવેલી જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (વર્ગ-૧) ડો. રહીમભાઇ ઈબ્રાહિમભાઇ મેમણ ૪૦,૦૦૦ની લાંચ લેતા ગાંધીનગર છઝ્રમ્ના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. વિદ્યાર્થીઓ પાસે સારી ડ્યુટી આપવાના નામે લાંચ માંગનાર તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી વિગતો મુજબ, ફરિયાદી અને તેમના અન્ય ૮ સહ-વિદ્યાર્થીઓની ડીસ્ટ્રીક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ હેઠળ દેવગઢબારીયાની સિવિલ હોસ્પિટલમાં નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઇ મેમણે તમામ ૮ વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા અને નોકરી દરમિયાન હેરાન-પરેશાન ન કરવા માટે પ્રતિ વિદ્યાર્થી ૫,૦૦૦ લેખે કુલ ૪૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
જાકે, ફરિયાદી અને વિદ્યાર્થીઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની રજૂઆતના આધારે એ.સી.બી.ની ટીમે કાયદેસરની ફરિયાદ નોંધીને સરકારી હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ડોક્ટર ક્વાટર્સ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
તારીખ ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલા આ છટકા દરમિયાન આરોપી ડો. રહીમભાઇ મેમણે ફરિયાદી પાસેથી માંગણી મુજબના ૪૦,૦૦૦ સ્વીકારતા જ ટીમે તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. એ.સી.બી. દ્વારા વર્ગ-૧ના આ અધિકારી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.