કોડીનારમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંગે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો. દહેજ પ્રતિબંધક અધિકારી તથા રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અને જાતીય સતામણી અધિનિયમ અંગે માહિતી આપી હતી. ભાવનાબેન વાજાએ પી.એસ.બી.એસ.સી., કિંજલબેન મકવાણાએ સખી વન સ્ટોપ સેન્ટર, પ્રકાશ મકવાણાએ કાનૂની સેવા સત્તા મંડળ અને હેતલબેન જોટવાએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતુ.