વીજપડી ગામ નજીક રાજુલા રોડ પર એક ટ્રક અચાનક રસ્તા પરથી નીચે ખાળિયામાં ઉતરી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટ્રકમાં સવાર કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી.માહિતી મુજબ, ટ્રક રાજુલા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર રસ્તા પરથી નીચે ઉતરી ગયો હતો. ટ્રકને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. બાદમાં ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.










































