લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોમાં શાંતિ અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઇન્ચાર્જ પી.એસ.આઇ. એચ.એમ. અગ્રાવતના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરાઈ હતી, તેમજ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી ભાઈચારો જાળવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સરપંચ વિજય શેખલીયા, પૂર્વ સરપંચ જીવનભાઈ વોરા, મુકેશભાઈ શિરમાન, મુસ્તાક બેલીમ સહિત બંને સમાજના સામાજિક-રાજકીય અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.